સૈયદ ફાઝિલ
March 28, 2024સ્વયં પોતાનું જીવનવૃત્તાંત લખવાનું કારણ
March 28, 2024હઝરત પીર મશાઇખ (રહ.)નું જીવનચરિત્ર આપના સમકાલીન લેખકોનાં જીવનચરિત્ર વિષયક પુસ્તકોમાં મળતું નથી. તેનું કારણ સ્પષ્ટ છે કે આપે શિક્ષણ-ક્ષેત્રથી દૂર રહી એક એવી કોમ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું જે હમણાં સુધી અજ્ઞાની હતી, તેનો શિક્ષણ-ક્ષેત્ર બલ્કે પોતાના કાર્યક્ષેત્ર બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક નહતો જેથી લેખકોએ એ તરફ ધ્યાન નહીં આપ્યું અને આ મહાન સમાજસુધારકનું જીવનચરિત્ર પોતાનાં પુસ્તકોમાં બયાન નહીં કર્યુ.
પરંતુ હઝરત પીર મશાઇખ (રહ.)એ પોતાના દીવાનમાં કોઈ કોઈ જગ્યાએ પોતાના જીવનચરિત્ર વિશે ચર્ચા કરી છે. જે આપના જીવનચરિત્ર માટે બહુ પ્રામાણિક સ્રોતમૂળ છે અને આ ક્ષેત્રે કામ કરનાર ઘણા બાદના લેખકોનો આધારગ્રંથ રહ્યો છે.
