સ્વયં પોતાનું જીવનવૃત્તાંત લખવાનું કારણ
March 28, 2024આદરણીય પિતાનું અવસાન
March 28, 2024હઝરત પીર મશાઇખ (રહ.) ૧૪ રબીઉલ આખર હિજરી ૧૦૬૦ના રોજ જંત્રાળ ગામમાં પેદા થયા, આપનું મૂળ વતન તો કડી છે પરંતુ એવું બની શકે કે આ આપનું મોસાળ હોય ને આપની માતા કોઈ સગાસંબંધીને ત્યાં ગઈ હોય.
(નૂરનામા, બયાન:-૩૦-૩૧)

હઝરત પીર મશાઇખ (રહ.) પોતાના ચાર ભાઈઓમાં ત્રીજા નંબરે હતા કેમ કે પિતાનાં સંતાનોને ગણાવતાં પોતાના નાના ભાઈ અમીર હસન વિશે આપ લખે છે કે તે સૌથી નાના હતા અને પોતાનું નામ ત્રીજા નંબરે ગણાવે છે માટે એવું જણાય છે કે આપ ભાઈઓમાં ત્રીજા નંબરે હતા.
નોંધ:- જંત્રાળ મહેસાણા જિલ્લાના તાલુકા વિજાપુરમાં એક ગામ છે અથવા નંદાસણ અને કડીની નજીક છત્રાળ પણ હોઈ શકે.
(ફૂટનોટ:મોમિન કોમ આપની તારીખ કે આઈને મેં)
જંત્રાળની નજીક વડનગર છે જ્યાં હઝરત પીર મશાઇખ (રહ.)ના મોટા ભાઈ સૈયદ ઝૈનુદ્દીનની કબર છે અને નજીકમાં ખેરાળુ પણ છે જ્યાં આપના આદરણીય પિતા શહાદત પામ્યા હતા, માટે શક્ય છે કે આપનો કોઈ સગોસંબંધી ત્યાં રહેતો હોય અને ત્યાં આપનો જન્મ થયો હોય, અને છત્રાળ પણ હોઈ શકે છે કેમ કે તે આપના મૂળવતનથી નજીક છે અને તે જ પ્રાથમિક કારણ બની શકે છે.
