ક્યાં નુબુવ્વતનું પવિત્ર પદ અને ક્યાં આ ચાલબાજીઓ
May 6, 2024મુનાફિક આખિરતને નકારતા હતા
May 6, 2024એક જગ્યાએ તેને સીધા માર્ગનું આમંત્રણ આપે છે અને નસીહત કરે છે કે દુનિયાની અલ્પકાલીન મોજ માટે લોકોને ગુમરાહ કરીને પોતાની આખિરત બરબાદ કરશો નહીં, હઝરત પીર મશાઇખ (રહ.) લખે છે:
“હે ગાફેલ! તું દીનની વાત સાંભળ અને ગફલતની નિદ્રાથી સચેત થઈ જા અને પોતાની સફળતાની ચિંતા કર અને કોઈને ગલત માર્ગની નસીહત મત કર, તું પોતાનો બોજ ઉઠાવી શકતો નથી તો બીજાનો બોજ કેવી રીતે ઉઠાવીશ? તું ગેરમાર્ગે દોરીને ગુનાઓની ગઠડી બાંધે છે, આવા બોલ બોલવા કરતાં સરસ એ છે કે જીભ કપાઈ જાય અને બહેરું બનીને રહેવું પરંતુ સત્ય સિવાય કશું ન બોલવું, તું જે ખરાબ કામ કરીશ એ તારે જ ભોગવવાં પડશે, બીજા લોકોને ગલત માર્ગ બતાવે છે પરંતુ તેના ગુના તારા અમલનામામાં લખાશે અને હે સરદાર! તું આ બધા કરતાં મોટો ગુનેગાર નીવડીશ જો તું નસીહત અને પ્રચાર વડે બીજા લોકોને ગેરમાર્ગે લઈ જશે, તે લોકો તો પોતાનાં કાર્યોના કારણે એક એક ગુનાના હકદાર થશે પરંતુ તે બધા ગુના તારા માથે પણ આવશે, હે ગાફેલ! તું આ વાતો સાચી સમજ અને ડરતો રેહ, બેદરકારી સાથે જીભ મત હલાવજે, બેવકૂફ બનીને રહેવા તેમજ છેવટે બોજ ઉઠાવવા કરતાં સરસ એ છે કે કોઈને અસત્ય ન કહીએ.”
(ઈમાન દોમ, બયાન:૧૯૯૨)


“તું જો, પૂરી દુનિયાના લોકો જહન્નમથી બચીને જન્નતમાં જવા પ્રયત્નો કરે છે, તે લોકો તારી પાસે દીન શીખવા માટે આવે છે અને સફળતા મેળવવા ઇચ્છે છે, પરંતુ તું એમને ગલત રસ્તો બતાવે છે અને ગુનો કમાય છે, જો તેં એમને રાજી કરીને પોતાની ચિંતા નહીં કરી, તેઓ ગેરમાર્ગે ચાલીને જે ગુના કરશે તે તારા માથે લખાશે, તારા પર અફસોસ છે પૂરી દુનિયાથી વિપરીત ગફલતભર્યું જીવન જીવે છે અને દુનિયામાં જ સરદારીની ખુશીઓ માણવા ઇચ્છે છે.”
(ઈમાન દોમ,બયાન:૧૯૯૩,શેર:૪થી અંત સુધી)

