પીર મશાઇખ (રહ.)ની ખિલાફતનો સિલસિલો
March 29, 2024ચારેય ઇમામ સાચા મુજતહિદ છે
March 29, 2024હઝરત પીર મશાઇખ (રહ.)નો સંપૂર્ણ દીવાન એ વાતની સ્પષ્ટ દલીલ છે કે આપ અહલે સુન્નત વલજમાતના અનુયાયી હતા અને હનફી મસ્લક સાથે જોડાયેલા હતા કેમ કે આપે તેમાં બધા અકીદા અને મસાઇલ હનફી મસ્લક મુજબ લખ્યા છે, બલ્કે હઝરત પીર મશાઇખ (રહ.) ભારપૂર્વક હનફી સિવાય બીજા મસ્લક તરફ પોતાની નિસ્બતને નકારતાં લખે છે:
“મારા અકીદામાં કોઈ શંકા કારશો નહીં, જો કોઈ મને અહલે સુન્નત વલજમાત સિવાય બીજા મજહબ સાથે જોડશે તો કયામતના દિવસે હું તેની વિરુદ્ધ દાવો કરીશ અને દાવેદાર બનીને ઇન્સાફની માંગ કરીશ, મારો અકીદો ચારયારી છે અને હું તેના પર અલ્લાહને સાક્ષી બનાવું છું.”
(મકતૂલનામા અવ્વલ,બ:૨૧,શેર:૧૦-૧૨)

